________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૨૦)
વખતે અબંધપણે સ્થિર રહી તે નિમિત્તની અસર ન લે, અર્થાત્ જ્ઞાનદશામાં સ્થિર એકાગ્રપણે જ્ઞાનમાં જ જ્ઞાતાપણે ટકી રહે તો, ક્રમે કરી સર્વ કર્મ ઉદય આવી ખરી જાય છે. અને દ્રવ્યસ્વભાવે પૂર્ણ, શુદ્ધ, પવિત્ર, નિર્મળ ઓપિત જેવો આત્મા છે તેવો જ અવસ્થાએ નિર્મળ શુદ્ધ શુદ્ધ થઈ જાય છે. કેવલજ્ઞાનમાં ઉત્કૃષ્ટ પર્યાય શુદ્ધતાપણે પરિણમે છે, તેવો ૫૨માત્મ સ્વભાવ પ્રગટ (જાગૃત) થાય એવો અપૂર્વ અવસ૨ કયારે આવશે ? સ્વસમય સ્થિતિ કયારે આવશે એ ભાવના અહીં ભાવી છે. ૩.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગભયે કરી,
આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ॥૪॥
શ્રીમદે જ્ઞાનસહિત પુરુષાર્થની ધારા ઉપાડી છે; અને ઝપાટાબંધ આ એકવીશ ગાથા ક્રમબંધ લખી નાખી છે, એ જ્ઞાનસ્વરૂપની એકાગ્રતા વખતની વિરલદશા કેવી હશે ! અપૂર્વ સાધનનું ઘડતર કેવું હશે ! એમ પરમ આશ્ચર્યકારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com