________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) સદ્વિચારશ્રેણી હોય ત્યાં કેવું પરમાર્થરૂપ કામ કરી શકાય છે એના ગંભીર ન્યાયનો વિચાર કરજો. આવી અપૂર્વ વાત કોઈ બીજા પાસેથી લાવો તો ખરા ! જેની બુદ્ધિ મતાગ્રહથી મોહિત છે તેને સત્ય નહિ મળે. લોકો મધ્યસ્થપણે વિચાર ન કરે અને કેવળ નિંદા કરે કે શ્રીમદે પૂજાવા માટે આ બધું લખ્યું છે, પણ એમ કહેનારા પોતાના આત્માની ભયંકર અશાતના કરે છે. તેમનો ગૃહસ્થ વેશ જોઈને વિકલ્પમાં ન પડવું. આવી અપૂર્વ ભાવનાની વાણીનો અપૂર્વ યોગ તો કોઈ લાવો! ગોખે થાય તેમ નથી. એમને સહજ પુરુષાર્થની ધારા ચાલી હતી; તેમને કોઈએ કહ્યું નહોતું કે તમે અત્યારે અપૂર્વ અવસર ની અંતર્ગત ભાવનાનું કાવ્ય લખો; પણ જ્યાં જિનદીક્ષા (ભગવતી દીક્ષા) નું બહુમાન થયું ત્યાં આત્મા અંદરથી ભણકાર મારતો સ્થિરતાનો પુરુષાર્થ માગે છે. નિવૃત્તિ લેવાનો પુરુષાર્થ આવે છે કે સર્વ સંગ વિમુક્ત જેવો છે તેવો થાઉં. મારે આ ન જોઈએ એમ મુનિપણાની ભાવના ભાવતા હતા. આ તે ઘરમાં છે કે વનમાં? પૂર્ણ સ્થિરતાની દષ્ટિ પોકાર કરે છે કે હવે હું કયારે પૂર્ણ થાઉં. વર્તમાનકાળે કેવળી ભગવાનના વિરહું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com