________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૭) થઈને ચાલી નીકળે છે. દેહાદિની મમતા તજીને, વીતરાગ સમાધિમાં, સ્થિર ચૈતન્ય જ્ઞાનપિંડના સહજ-આનંદમાં રસભર ભર્યો પડયો હોય છે, જ્ઞાન-ધ્યાનમાં, વીતરાગદશામાં મસ્ત રહે છે, ક્ષણેક્ષણે છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક પલટે છે; સાતમા ગુણસ્થાનકે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો વિકલ્પ છૂટીને સમતા-સમાધિમાં ઠરીને ઢીમ જેવો થઈ જાય છે; (જાણે સોળવલા સુવર્ણનો તાજ લહુલહતો ઢાળીઓ પડ્યો હોય,) તથા જેમ ગંભીર મહાસાગરમાં મધ્યબિંદુથી ભરતીના મોજાં ઊછળતાં હોય તેમ એકાગ્રતામાં-સ્વરૂપલીનતામાં એવો પુરુષાર્થ ફાટફાટ થાય છે કે જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લઉં; એવી ઉત્કૃષ્ટ દશા કેવી હશે તે વિચારો !
જેમ સમુદ્રમાં ભરતી અંદરના જ મધ્યબિંદુથી આવે છે તેમ ચૈતન્યભગવાન આત્મા જ્ઞાનસમુદ્ર છે તેને બાહ્યથી કોઈની મદદ નથી, પણ અંતરમાંથી જ પુરુષાર્થ ફાટે છે, એમ અપ્રમત્ત ભૂમિકામાં બેહદ ગંભીરતાની સ્થિરતા થતાં, અંદરમાં બેહદને લક્ષમાં લેતાં, અપૂર્વ પુરુષાર્થ સહિત સ્વરૂપ ઉત્સાહમાં સ્થિરતાની સાધક જમાવટ કરે છે અને અનંતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com