________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૬) ત્રણે કાળે નગ્ન જ હોય તેમાં શિથિલતા ન હોય. લોકોત્તરમાર્ગ અને અતીન્દ્રિય સાધકદશાના પુરુષાર્થની હુદ (સ્થિતિ) શું છે તે માર્ગનો અનુભવ કર્યા વિના ખબર પડે નહીં; વિષયના સેવનારા બ્રહ્મચર્યનો મહિમા ભાળે નહિ, તેમ અહીં સમજવું.
વિષય-કષાયના કીડા શરીરને ધોઈને, સારા લુગડાં પહેરે છે, ત્યારે વીતરાગદશાને સાધનારા બ્રહ્મચારી મુનિ જીવનપર્યત સ્નાન કરતા નથી. નિર્દોષ મુદ્રાવાળા મુનિ બાહ્ય અને અત્યંત સુંદર અને પવિત્ર છે. મુનિનો લૂખો દેહ જોતાં પણ તે મહાન પવિત્રતાનો નિધિ હોય તેવી સૌમ્ય મુખમુદ્રા દેખાય છે. સ્નાન કરવાનો વિકલ્પ પણ તેને નથી. જડ મડદાંને શોભા શી ? વિઝાના ઉકરડા ઉપર કોઈને મોહ અને મમતા નથી તેમ મુનિને શરીરની શોભા કરવાની ઈચ્છા ન જ હોય. આ સમજવું સાધારણ બુદ્ધિવાળાને અઘરું પડે તેમ છે.
જૈનધર્મ તે લોકોત્તર માર્ગ છે, તેનો પરિચય કર્યા વિના તે સમજાય તેમ નથી; સમજ્યા વિના કુતર્કથી પાર પડે તેમ નથી. છ ખંડના ધણી-ચક્રવર્તી પણ રાજ્ય છોડીને નગ્નમુનિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com