________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૦) સુધી સાધકદશા છે. ચારિત્રમોહનો ઉદય દસમાં ગુણસ્થાન સુધી રહે છે. અગિયારમે ગુણસ્થાને ચારિત્રમોહનો ઉદય ન હોય; બારમે ગુણસ્થાને ચારિત્રમોહનો સર્વથા ક્ષય થાય છે. ક્ષપકશ્રેણીથી માંડીને આઠમા ગુણસ્થાનથી વચ્ચે અટકયા વિના આગળ વધીને બે ઘડીમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંતવીર્ય જે શક્તિરૂપે છે તે પ્રગટ કરે છે. જેને તે ઉત્કૃષ્ટ, અપરિમિત સુખની રુચિ થઈ છે, તે સાધકને વચ્ચે કયાંય અટકવાની વૃત્તિ થાય નહીં. આ જાતનો નિગ્રંથ મુનિમાર્ગ તે ત્રણે કાળ સનાતન મોક્ષમાર્ગ છે. પંચમહાવિદેહ ક્ષેત્રમાં ત્રિકાળ આ એક જ ધર્મ પ્રવર્તે છે.
કરણ” નો અર્થ પરિણામ છે. અપૂર્વકરણ એટલે પૂર્ણ સ્થિરતા લાવવાનો તથા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરવાનો પ્રયોગ, અર્થાત્ સ્વરૂપ સ્થિરતાની શ્રેણીમાં આરૂઢ થવું તે. સમ્યગ્દર્શન થતાં જે અપૂર્વકરણરૂપ પરિણામ થાય છે તેની અહીં વાત નથી. આ અપૂર્વકરણમાં સમયે-સમયે અનંત અનંતગુણી વિશુદ્ધિની વૃદ્ધિ વડે જીવ પૂર્ણ અકષાય સ્વરૂપ થવાનો પુરુષાર્થ કરવા માટે શુક્લધ્યાનની શ્રેણીમાં પ્રવેશ કરે છે. તે અપૂર્વકરણમાં પૂર્વે નહીં થયેલા વિશુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com