________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૧) પરિણામની એકાગ્રતા (સ્વરૂપ લીનતા) વર્તે છે. આ સ્વરૂપસ્થિરતામાં એકાકાર, તન્મય, અખંડ, ધારાપ્રવાહી જ્ઞાનની એકાગ્રતા અને ગુણની ઉજ્જવળતા ક્ષણે ક્ષણે વધતી જાય છે.
જે કાંઈ ચારિત્રમળનો સૂક્ષ્મ ઉદય આવે તેને ક્ષપકશ્રેણી વડે ટાળતો સ્વરૂપશ્રેણિની લીનતામાં આરૂઢ થઈ “અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો” એવી દશા પ્રગટ કરે છે. અહીં તદ્દન એકરૂપતા વર્તે છે.
લાખ રૂપિયાની કિંમતવાળા ઉત્તમ ઘોડા ઉપર લાયક સ્વાર આરૂઢ થયા પછી તેને પાંચ ગાઉનું અંતર કાપવાને કેટલીવાર લાગે ? તેમ અપૂર્વકરણની સ્થિરતાવડે સ્વરૂપરમણતામાં એકાગ્રપણે જે સાધક આરૂઢ થયો તેને કેવળજ્ઞાન લેતાં વાર લાગે નહીં. અનન્ય ચિંતવનવડે અતિશય શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપમાં મારી રમણતા પ્રગટપણે વધતી જાય અને તેમાં આરૂઢ થઈ ક્ષપકશ્રેણી માંડું એવો અવસર શીધ્ર પ્રાપ્ત થાઓ ! એવી ભાવના અહીં શ્રીમદ ભાવી છે. / ૧૩ાા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com