________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯) તો વસ્તુસ્થિતિ સમજાય તેમ છે. બધા પડખાંથી વિરોધ ટાળીને યથાર્થ વીતરાગસ્વરૂપની શ્રદ્ધા કરે તો મુનિધર્મ-દિગંબર નિગ્રંથદશા કેવી હોઈ શકે તે સમજાય તેમ છે. દિગંબર મુનિ મહાન વૈરાગ્યવંત, ઉપશમ, સમતા વગેરે ગુણોમાં ઠરેલા હોય છે; જેમ અંગારા ઉપર રાખ ભારી (દાબી) હોય તો ઉપરથી માત્ર રાખ દેખાય, પણ અંદરમાં અગ્નિમય અંગારો ભર્યો પડ્યો છે; તેમ જ્ઞાનીનું શરીર લૂખું દેખાય પણ અંતરમાં મહા પવિત્ર, શાંત આનંદનો અનુભવ ચૈતન્યઘન નિશ્ચલરૂપ વર્તતો ( ઝળકતો) હોય છે. મુનિની દશા સ્વરૂપ સમાધિમાં ચૈતન્યજ્યોત અતિ પવિત્ર, ઉજ્જવલતાથી ઓપિત, શાંત વીતરાગ હોય છે. વારંવાર છઠું-સાતમું ગુણસ્થાન આવ્યા કરે છે. પૂર્ણ કેવળજ્ઞાન, સંપૂર્ણ વીતરાગતા સાધક-પ્રયોગ, તે અપૂર્વ મુનિદશા છે. બાહ્ય અને અત્યંતર નિગ્રંથ દશાવડ જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયોગ વર્તે છે.
કોઈ કહે: આત્માનો મોક્ષ થાય તેમાં વસ્ત્રાદિ સાથે શું સંબંધ છે? ગમે તે વેશમાં પણ મુનિ-ધર્મ હોય તો શું વાંધો છે? એવા કુતર્ક લાવનારને ઉત્કૃષ્ટ વીતરાગ દશા સાધક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com