________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૦) સહેજે વધતી જાય. અને તેટલા અંશે આજ્ઞા આદિના આલંબનનો વિકલ્પ છૂટી જાય છે.
“તે પણ ક્ષણ-ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં તેનો અર્થ એ છે કે-જ્ઞાનમાં જેમ અંતરસ્થિરતા વધતી જાય તેમ નિમિત્તનો વિકલ્પ તૂટી જાય છે. સાતમે ગુણસ્થાને ભગવાન શું કહે છે એ આદિ આજ્ઞાનું અવલંબન સહેજે છૂટી જાય છે. મનના પરિણામનું ક્ષણે-ક્ષણે ઘટવું અને અંતરમાં સ્થિરતા સ્વરૂપરમણતાનું વધવું થાય છે. જુઓ તો ખરા ! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં ખાટલા ઉપર બેસીને કેવી ભાવના ભાવી છે, આ જાતનો સિદ્ધાંતિક ટુકડો તો કોઈ લાવો !
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો” પ્રભુ શું કહે છે-એ વિકલ્પનું પણ અવલંબન છૂટી જાય, અને એકલી જ્ઞાનસ્વરૂપ સમાધિમાં સ્થિરતા રહે એવો અપૂર્વ અવસર કયારે આવશે એ ભાવના અહીં ભાવી છે. આવી આત્મસ્વરૂપની સ્વકાળદશા, નિગ્રંથ વીતરાગ સ્થિતિધારક મુનિપદ, આ દેહે પ્રાપ્ત થાય એવો અપૂર્વ અવસર (શુદ્ધ પર્યાયની નિર્મળતા, સ્થિરતા) કયારે આવશે? એમ ચૈતનની જાતમાંથી ભાવના ભાવવી જોઈએ. પોતાના શુદ્ધ સ્વરૂપની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com