________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૪) માપ સર્ષના આકારે છે. પ્રથમ સાપનું શરીર પુષ્ટજાડું હોય અને ઉતરતાં છેડે પાતળું હોય; તેમ અવસર્પિણીમાં ધર્મનો પ્રથમ ચઢિયાતો કાળ હોય, પછી ઉતરતો કાળ હોય પણ ધર્મનો અભાવ થાય નહીં. પાંચમા આરાના છેડા સુધી એટલે આ વર્તમાન કાળમાં ચૈતન્યની સમૃદ્ધિ, ઉત્કૃષ્ટ સાધનદશા, મુનિધર્મ તારતમ્યપણે ઘટતો જાય, પણ સર્વથા અભાવ ન થાય. વળી ગૃહસ્થ હોય તો પુરુષાર્થની મંદતા હોય, પણ શ્રદ્ધામાં એટલે કે સાચા અભિપ્રાયમાં મુનિ તથા ગૃહસ્થને આંતરો ન હોય, એક જ સનાતન નિગ્રંથ માર્ગની શ્રદ્ધા હોય.
કોઈ કહેતું હોય કે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાય તેમ ધર્મ બદલાય તો તે વાત જૂઠી છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રની એકતા તે જ મોક્ષમાર્ગ છે; બીજા સ્વચ્છંદને કોઈ સુધારો માને તો તે ન્યાય નથી, પણ કુતર્ક ઊંધાઈ છે. નિગ્રંથ મુનિધર્મ ન પાળી શકાય તો ગૃહસ્થપણું માને-મનાવે, પણ અભિપ્રાયમાં (શ્રદ્ધામાં) ઊંધી માન્યતા અને વિપરીત પ્રરૂપણા ન કરે. પોતાને વીતરાગનો માર્ગ ન સમજાય કે ન રુચે તેથી તે સનાતનમાર્ગને ઢીલો ન જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com