________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૨૫)
સમાધિસ્થ દશા, ધ્યાનની સ્થિરતારૂપ સાતમી ભૂમિકા ( મુનિપણું ) કયારે પ્રગટે એવી અહીં ભાવના છે. આત્મસ્થિરતા એટલે મન, વચન, કાયાની ગુપ્તિ, આત્માની અંતર સ્થિરતા મુખ્યપણે છે. તેમાં ખંડ ન પડે એવી સ્થિરતા, દેહનો અંત આવે ત્યાં સુધી રહે. અહીં સાતમું ગુણસ્થાનક મુખ્યપણે કહ્યું છે, ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી, તેથી નિર્વિકલ્પદશા છે, તેને છઠ્ઠું ગુણસ્થાન ગૌણપણે કહ્યું છે. મુનિપણામાં છઠ્ઠા ગુણસ્થાને મન, વચન, કાયાનો શુભયોગ, પાંચ મહાવ્રતના શુભ વિકલ્પ વિગેરે રહે છે, પણ અંત૨રમણતા મુખ્યપણે વર્તે એવી વારંવાર બળવાનપણે સ્વરૂપલક્ષે ભાવના ભાવે છે.
“ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી ” આત્મસ્થિરતા શુભાશુભ ભાવ-વિકલ્પ વિનાની શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા એવી ટકી રહે કે, બાવીશ પરિષહનો ઉદય ઘોર (ભયંકર) અનુક્રમે આવી જાય છતાં તે પ્રત્યે અતિ-ખેદ ન થાય. ગમે તેવા ઘોર પરિષહ આવો પણ મારી સ્થિરતાને પ્રકૃતિના કોઈપણ સંયોગો ડગાવી ન શકે, છ છ મહિના આહા૨પાણી ન મળે, સખ્ત ટાઢ પડે તોપણ તેનો વિકલ્પ ન આવે, આજે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com