________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧) ઉત્તરઃ- પર સંયોગ કોઈને લાભ કે નુકશાન કરી શકતા નથી; અજ્ઞાન વડે માનો ભલે. જેને એવું અભિમાન છે કે અમે ક્રોધાદિ કષાય ન કરીએ તો અમારું કામ ન ચાલે; માન-આબરૂ, સગવડતા જળવાય નહિ, લોકમાં નમાલા (નપુંસક જેવા ) કહેવાશે તો તે માન્યતા ખોટી છે.
(૧) જેણે તીવ્ર ક્રોધ, માન, માયા, લોભમાં ચૈતન્યવીર્યને ખૂબ જોયું છે, પરનું દબાણ, અનીતિ, ભૂંડા આચાર સેવ્યા છે તે ભયંકર નરકગતિના નપુંસક થયા. (નપુંસકદવાળા જીવને સ્ત્રી-પુરુષ બેઉના કામભોગની અનંતી કડક, તીવ્ર આકુળતા હોય છે.
(૨) જે જીવો ક્રોધ, માન, લોભમાં થોડા જોડાયા અને કપટ વધારે કર્યું તે તિર્યંચ-પશુ થયા.
(૩) જે મંદકષાયના મધ્યમ ભાવપણે રહ્યા તે મનુષ્ય થયા.
(૪) જે શુભ ભાવમાં વધ્યા તે દેવ થયા.
(૫) જેણે સ્વરૂપસ્થિરતા વડે કષાયમાં તદ્દન વીર્ય ન જોયું તે વીતરાગી સિદ્ધ-પરમાત્મા થયા.
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સિદ્ધ પરમાત્મા સમાન પૂર્ણ પવિત્ર શક્તિ દરેક આત્મામાં ભરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com