________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૨ )
છે, પણ બેહુદ જ્ઞાન-સમતા સ્વરૂપની પવિત્ર શાન્તિને ભૂલીને ક્રોધ, માન, માયા, લોભરૂપ વિષયવાસનામાં જોડાવું, ૫૨ વસ્તુમાં સુખબુદ્ધિ કરવી તે મહાપાપ છે. સ્વાધીન સ્વરૂપની અનંતી હિંસા છે. ક્રોધાદિ તુચ્છ ભાવને ધારણ કરવામાં પોતાની હીણપ, નપુંસકપણું છે; માટે પ્રથમ જ આત્માને યથાર્થ સ્વરૂપે જાણી, ૫૨થી ઠીક-અઠીક માનવાનો, ૫૨માં કર્તા-ભોક્તાપણાનો અભિપ્રાય ફેરવી, એવો નિર્ણય કરે કે મારા નિત્ય જ્ઞાનસ્વભાવમાં અલ્પ પણ ક્રોધ, માન, માયા, લોભ નથી, માટે તે કરવા જેવા નથી. હિત-અતિરૂપ તો પોતાના જ ભાવ હોવાથી પોતે પોતાના ભાવને વશ રાખી શકે, એવો સમજણરૂપ સ્વભાવ નક્કી થવાથી એ પણ નક્કી થયું કે ક્રોધાદિ દોષવડે સ્ત્રી-પુત્રો આદિ સરખાં રહે, દબાઈ જાય એ માનવું પણ જૂઠું જ છે; માટે ત્રિકાળી ગુણદષ્ટિ રાખીને અવગુણ (દોષ ) કરવાનું લક્ષ સ્વપ્નામાં પણ ન રાખો; અલ્પ પણ ક્રોધાદિ કષાય મારામાં નથી માટે ન થવા દઉં એવો ચોક્કસ અભિપ્રાય ટકાવી રાખવો.
જ્ઞાન
66
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની” જેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com