________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૩)
સ્વભાવની જાગૃતિ છુપાવીને બીજા પ્રત્યે કપટભાવ કરતો હતો તે પર વલણ પલટીને અખંડ જ્ઞાનસ્વભાવની જાગૃતિ એવી રાખું કે, કોઈ પ્રકારના કપટનો અંશ આવે તો તેનાથી જુદો રહી, નિર્દોષ સાક્ષીભાવની શાનદષ્ટિ વડે જાણી લઉં. સ્વભાવની જાગૃતિમાં અંશમાત્ર કપટ આવવા ન દઉં. માયાકુટિલભાવને પવિત્ર સરલસ્વભાવી દ્દષ્ટિ વડે છેતરીને (ટાળીને) જીતી લઉં.
“લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો ” જેમ લોભમાં લોભ કરવા જેવો છે એમ મમત્વભાવ હતો, તે લોભ પ્રત્યે અંશમાત્ર લોભ નહિ પણ નિર્લોભતારૂપ અકષાયી સંતોષભાવે આત્મામાં સ્થિર રહું, ૫૨મ શાન્તિમય મારા આત્મામાં તૃપ્ત રહું, હું અનંત બેદહ જ્ઞાન-શાન્તિ સ્વભાવી છું. જ્ઞાનસ્વભાવમાં સ્થિરતાવડે નિર્મળતા પ્રગટ થતાં ત્રણકાળ ત્રણલોક જણાય છે, તે પૂર્ણ આનંદસ્વભાવને ભૂલીને ૫૨ સંયોગમાં સુખબુદ્ધિ માની ઊંધો પડયો, તેથી ત્રણકાળ ત્રણલોકના પરિગ્રહની તૃષ્ણા વધાર્યે જાય છે, પણ તે તૃષ્ણાનો ખાડો પૂરો થાય તેમ નથી. અજ્ઞાનભાવે અનંતી તૃષ્ણા વડે જેમ લોભ કરવામાં બેદતા હતી, તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com