________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) વિકલ્પ કે ઈચ્છા કાંઈપણ રાગનો અવકાશ જ્ઞાનીના જ્ઞાનમાં નથી. કોઈ પૂછે કે-મુનિ થાય એટલે બધું છૂટી જતું હશે? સંસારી વેશમાં મુનિભાવ ન આવે? અથવા વસ્ત્રસહિત મુનિપણું ન હોય? અગર ત્યાગી થવાથી મુનિપણું પ્રગટે? તે બધા પ્રશ્નોના ઉત્તર એવો છે કે – ત્રણ કષાયચોકડીનો ત્યાગ થતાં રાગનાં બધાં નિમિત્તો છૂટી જાય છે અને તેથી મુનિઓને એકલો દેહ રહે છે. સમ્યકજ્ઞાનસહિત નગ્ન દિગંબર નિગ્રંથ મુનિદશાની આ ભાવના છે. જેટલો રાગ છૂટે તેટલા રાગના નિમિત્તો છૂટી જાય એ નિયમ છે. મુનિપણું એટલે કે સર્વોત્કૃષ્ટ સાધકદશા છે. જ્યાં સાતમું અને છઠું ગુણસ્થાનક વારંવાર પલટાયા કરે છે, તેવી મહાન પવિત્રદશા વીતરાગ શાંતમુદ્રા હોય છે. આત્મામાં અનંતજ્ઞાન વીર્યની શક્તિ છે, આઠ વર્ષના બાળકને કેવળજ્ઞાન થઈ જાય અને કોડ પૂર્વનું આયુષ્ય રહે ત્યાંસુધી દેહું નગ્ન રહે, અને મહાપુણવંત પરમ ઔદારિક શરીર બની રહે એવો કુદરતી ત્રિકાલ નિયમ છે. મુનિપણામાં એક દેહ સિવાય બીજું કાંઈ હોય નહિ, અને તે પણ નિર્મમત્વપણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com