________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૦ )
"
‘ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો ' જ્ઞાનીઓને સંયમના હેતુએ, દેહને તેથી સ્થિતિ પર્યંત નભવું છે, તેથી તેટલો વિકલ્પ છદ્મસ્થદશામાં હોય છે. જ્યાં દેહુ સંયમના નિર્વાહ અર્થે છે, ત્યાં શરીરની શાતાનો (સગવડનો ) મમત્વભાવ હોતો નથી. આ વાત બરાબર યથાસ્થાને આવી છે; માટે મુનિપણાની ભાવના અને મુનિની વસ્તુસ્થિતિ કેવી હોય તે જાણવું પ્રયોજનભૂત છે. દેહને ઉપચારથી સંયમનું ઉપકરણ કહ્યું છે. આહારની વૃત્તિ આવે છે પણ તે ઈન્દ્રિય કે વિષય-કષાય પોષવા માટે નથી, પણ સંયમ માટે છે. સંયમમાં ઇન્દ્રિયદમન ( અતીન્દ્રિય શાંતિમાં ઠરતી વખતે) નિમિત્તરૂપે હોય છે, અને મૂળકારણ આત્મસ્વભાવની સ્થિરતા છે. સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું,વર્તવું તે સ્થિરતા છે, એ હેતુએ જ દેહાદિનું પ્રવર્તવું હોય છે.
''
“ અન્ય કા૨ણે અન્ય કશું કલ્પે નહિ” અહીં બીજા કોઈ બાહ્ય નિમિત્ત ખપે નહીં એમ જણાવ્યું છે. તેથી નૈસર્ગિક સિદ્ધાંતથી નક્કી થાય છે કે જેનો આત્મા સ્વયં સહજસ્વરૂપે વર્તે છે એવા સાધકને બહિરંગ નિમિત્ત દેહાદિ હોય છે, મુનિને તેનો આશ્રય કે વિકલ્પ નથી. પૂજા સત્કાર માટે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com