________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૮)
પ્રથમ ગાથામાં અપૂર્વ અવસરની, બાહ્યઅત્યંતર નિગ્રંથપણાની અને સર્વ સંબંધનું બંધન છેદવાની ભાવના ભાવી આગળ વધે છે. “ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી ” સર્વ ભાવનો સાક્ષી જ્ઞાતા પરથી ઉદાસીન છે. ઉદ્દ= પ્રયત્નપણે જગતના બધા પરભાવોથી ઊંચા ભાવમાં; આસીન=બેસવું, તે સત્યાર્થપણે સંસારથી અનાસક્ત દશા.
“સુખકી સૌલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.
આદર,
આ અઢારમા વર્ષના ભાવ વચન છે. ઉદાસીનતા એટલે મધ્યસ્થતા, સમભાવદશા. તે ગુણવડે જ સાધક આત્મસ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ કરે છે; તે અધ્યાત્મની જનની છે કેમકે તેનાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એટલે તીર્થંકરના પુણ્ય, ઇન્દ્ર, ચક્રવર્તીના પુણ્યની ઋદ્ધિ, સ્વર્ગના સુખ તે બધા સંસાર (ઉપાધિ ) ભાવ છે, તેથી જ્ઞાનીને તે સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ છે. પુણ્ય-પાપ (શુભઅશુભ ) વૃત્તિ જે કાંઈ જ્ઞાનમાં દેખાય તે બધી મોહકર્મની વિકારી અવસ્થા છે, તે પરભાવોથી જ્ઞાનીને ઉપેક્ષાવૃત્તિ છે.
મધ્યસ્થતા-સંસારભાવ (શુભાશુભભાવ) નો
99
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com