________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૯).
કષાયરૂપે નથી તેથી ચાર કષાયને ટાળવાનો ભાવ અહીં જણાવે છે. આત્મા કાંઈ ક્રોધ, માન, માયા, લોભરૂપ નથી, ક્રોધાદિ ભૂલ તેનો સ્વભાવ નથી, ભૂલરૂપ થવાનું માને ભલે પણ પોતે કાંઈ ભૂલરૂપ થઈ જતો નથી. જેવો ક્રોધ કરવા પ્રત્યે ભાવ હતો, તેવો ક્રોધને ટાળવા માટે ક્રૂરતારૂપ ભાવ કરું, એટલે કે જ્ઞાનમાં ટકું, ક્રોધ પ્રત્યે અરુચિ થતાં ક્રોધ અટકી જાય છે, કેમકે અંદરમાં જ્ઞાનકળા વડે જ્ઞાનની ધીરજ પ્રગટી છે. માખીને સાકર અને ફટકડીનો વિવેક છે તેથી સાકર ઉપર બેસે અને ફટકડી ઉપર ન બેસે. માખીને પણ બેઉ વસ્તુના લક્ષણોને જાણી ગ્રહણત્યાગનો વિવેક છે; તેમ જીવે પણ વિવેક કરવો જોઈએ. હું જડ વસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષણવાળો, રાગ-દ્વેષ રહિત, પવિત્ર આનંદરૂપ છું, પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિરૂપે ઉદયમાં દેખાય છે, પણ તે આનંદ રસથી જુદા લક્ષણવાળા દોષીત કર્મભાવ છે; માટે તેવા ભાવ મારે ન કરવા. જેમ માખી ફટકડીમાં ખટાશ જાણીને છોડે છે, તેમ જ્ઞાની વિવેક વડે સ્વપરનું લક્ષણ ભિન્ન જાણીને, પરભાવ મોહકર્મજનિત શુભાશુભ ભાવની જડ પ્રકૃતિને છોડે છે; અને સ્વાનુભવમાં સ્થિર રહે છે, આત્માના અનહદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com