________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૩) જ્ઞાનઘન. હું શરીર નહીં, તેમ જ શરીરના કારણે મારો કોઈ ગુણ પ્રગટે નહીં. ઘોર તપસ્યાથી શરીર જીર્ણ થઈ ગયું હોય, સૂકા કોલસા અથવા સૂકાં તલસરાં ગાડામાં ભર્યા હોય અને તે ખખડે, તેમ છેછ મહિનાના ઉપવાસ સહજ થઈ જતાં શરીરના હાડકાં ખખડતાં હોય, એવા મુનિપદની ભાવના શ્રીમદ્ સંસારમાં રહીને કરે છે. આ ભાવના ભાવે છે ત્યારે રોટલા ખાય છે કે તપસ્યા કરે છે? પ્રથમ સાચી દષ્ટિસહિત આવી ભાવના શ્રાવક ધર્મમાં ભાવવી જોઈએ. પછી પૂર્વનાં કારણો મળી આવતાં તે દશા થાય કે ન પણ થાય. પણ ભાવના ઉત્કૃષ્ટપણે હોવી જોઈએ. “અપૂર્વ અવસર પુરુષાર્થથી આવે છે અને બેહદ ચૈતન્યશક્તિનો અનુભવ વધતાં પોતાની શક્તિને સાધક જીવ ગોપવે નહીં.
“સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; મારામાં જ અનંતી નૃતિ છે તો કોનાથી રીઝું? મુનિને કોઈ વખત આહારની વૃત્તિ આવી, ચક્રવર્તી રાજાને ત્યાં આહારદાન થયું અને પુષ્ટ સુંદર આહાર મળ્યો, છતાં તેમાં પ્રસન્નતાનો વિકલ્પ નહીં, તે આહાર સંબંધી પ્રસન્નતા નહિ. એવી ઉત્કૃષ્ટ સમભાવ દશા મુનિને સહજ હોય છે. ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com