________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૪) રાજાને ત્યાં ખીરનાં ભોજન અતિ ઉત્તમ કહેવાય છે, કદી તે આહાર લેવાનો યોગ બને તો તેમાં મુનિને પ્રસન્નતાનો ભાવ આવે નહીં. આહારનું શરીરમાં આવવું તે ઉદયાધીન એટલે પ્રારબ્ધ-અનુસાર બને છે. શાતાનો ઉદય હોય અને શરીર ટકવાનું હોય તો આહાર મળી જ રહે. તેમાં હર્ષ કોનો કરે? મુનિને બાહ્ય વૃત્તિ જ નથી તેથી આહાર પ્રત્યે રાગ નથી. જેને વિષય, કષાય તથા આહારની લોલુપતા છે તેને હાફુસની કેરી ચીરાય ત્યાં તો મોઢામાં પાણી છૂટે, અને તેનો સ્વાદ લેવા માટે વ્યાકુળ થાય, ખાતી વખતે હરખ કરે. જ્યારે નિગ્રંથ મુનિને છ છ મહિનાના ઉપવાસના પારણે આહારની ઇચ્છા થાય ત્યારે આહાર સરસ કે નિરસ મળે પણ તેમાં રતિઅરતિ કે હર્ષ ખેદ થાય નહીં. જેને દેહાદિમાં સુખબુદ્ધિ છે તે લોકો આહારાદિની ઈચ્છા કરે; આહાર ઉપર આસક્તિ અને ગૃદ્ધિપણું હોવાથી સરસ જમણની હોંશ કરે. અને મુનિ એવી ભાવના ભાવે કે મારા અણાહારક સ્વભાવમાં જ્ઞાનની સ્થિરતા સિવાય કંઈ પણ ઉપાધિ ન જોઈએ. મારા સ્વરૂપની રમણતામાં, શાંતિમાં આ “લપ” નો વિકલ્પ શો? સર્વ છૂટી જાઓ; હું અસંગ છું મારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com