________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૩) મતનું એ રીતે નિરાકરણ થયું. એક જ આત્મા નથી પણ અનંત આત્મા છે, એમ પણ સિદ્ધ થયું. અનંત અજીવ અચેતન પદાર્થો છે. ઈશ્વર, સર્વજ્ઞ, ભગવાન, પરમાત્મા જે કહો તે કોઈ જગતની વ્યવસ્થાનો કરનાર નથી; એ પણ સાથે સાથે નક્કી થયું.
હું શુદ્ધ છું, એવી જેને આત્માની અપૂર્વ રુચિ આવે, તે દેહાદિ બાહ્ય નિમિત્તના કારણ તથા કાળના કારણને ન જુએ. પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની ભાવના નિરતર ભાવે.
સંસારની રુચિવાળાને જો કદી પુણ્યનો યોગ હોય અને એક જ દીકરો હોય તો તેના લગ્નનો ઉત્સવ કરવાની હોંશના સડકા ઘણા દિવસ અગાઉથી આવે; ચાર દિવસ બાકી રહે ત્યારે તે જ સંબંધી વિચાર ઘોળાયા કરે. તે છોકરાની મા તેનાં ગાણાં ગાઈને ખૂબ મલાવા કરે, અવાજ ઘોઘરો થઈ જાય, રાત-દિવસના ઉજાગરાને કે થાકને પણ ન ગણે. એ લગ્નપ્રસંગમાં તલ્લાલીન રહે. એવો ઊંધો પુરુષાર્થ સંસારની રુચિવાળા કરે છે તેને બીજું સાંભરતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com