________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯)
ખવડાવ્યું તે પણ જાણ્યું, હું તો અસંયોગી જ્ઞાતા જ છું એમ વિચાર કરતાં કરતાં પોતાના પવિત્ર સ્વભાવના મહિમામાં સ્થિર થઈને, મહાપવિત્ર સમાધિદશામાં જ્ઞાનભાવે દેહ છોડયો. પોતાની પાસે રાજસત્તા હતી પણ વાપરી નહિ. એ ભૂલ ન હતી પણ એ તો જ્ઞાનીની વિચિક્ષણતા છે, વિવેક છે; કોઈ કહે કે અમે ૫૨ ચીજમાં ધાર્યું કામ કરીએ, પણ તેમ કદી કોઈનું કોઈ વડે થઈ શકતું જ નથી. જ્ઞાનમાં સ્વને ભૂલીને માત્ર રાગદ્વેષની કલ્પના થઈ શકે. દરેક આત્મા પોતાના અનંતગુણપણે, અનંત સ્વ સામર્થ્યપણે છે, ૫૨૫ણે-૫૨ની ક્રિયા કરવાપણે ત્રણકાળ, ત્રણલોકમાં કોઈ સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કાર્ય કરી શકે નહિ, નિમિત્તપણે કર્તા છું એમ માનવું તે પણ અજ્ઞાન છે. માટે પર ઉ૫૨ દબાણનો ભાવ-કષાય કરે તોપણ પરથી લાભ-અલાભ થઈ શકે નહિ; પણ પોતાના ત્રિકાળી સ્વભાવના લક્ષે જ્ઞાનસ્વભાવની જાગૃતિ અને શાન્તિરૂપ ગુણ ઉઘડે છે. કોઈ વસ્તુ પરાધીન નથી. દરેક પદાર્થ પૂરેપૂરા સ્વતંત્ર છે, ખુદા છે. અનાદિ અનંત પોતા વડે પૂર્ણ છે, માત્ર સ્વભાવનું લક્ષ કરી અનાદિનો ઊંધો અભિપ્રાય (ખોટી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com