________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* શ્રી સદ્ગુરુદેવાય નમ: * ગુણસ્થાનક મારોહણ પરમપદપ્રાપ્તિની ભાવના
સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “અપૂર્વ અવસર એવો કયારે આવશે ” પદ ઉપર પરમ પૂજ્ય કૃપાળુ સદ્ગુરુદેવશ્રીએ રાજકોટ મુકામે આપેલ પ્રવચનો.
(તા. ૩૦-૧૧-૩૯)
આ ગુણસ્થાનક્રમારોહણ છે. આત્મા ગુણનો અખંડ પિંડ છે, તેમાં પુરુષાર્થવડે પ્રકૃતિના આવરણને ટળવાની અપેક્ષાએ ચૌદ ગુણશ્રેણી કહેવાય છે. મુખ્ય તો પરમપદ પ્રાપ્તિની ભાવના છે.
શ્રીમદે વવાણીઆ ગામમાં સવારમાં માતાના ખાટલા ઉપર બેસીને આ ગુણસ્થાનક્રમારોહણ અપૂર્વ અવસરની રચના કરી છે. જેમ મહેલ ઉપર ચડવાને પગથીઆં હોય તેમ મોક્ષ મહેલમાં જવાનાં ચૌદ પગથી છે. તેમાં પ્રથમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com