________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૯) પૂર્ણતાને લક્ષે પુરુષાર્થ કરે છે; (વચ્ચે પુણ્યાદિ ઉપાધિ જોઈ અટકતો નથી.) પોતાના અખંડ શુદ્ધઆત્મા ઉપર જ મીટ છે તેથી આખો આત્મા કેવો છે તથા કેટલો ઊઘડયો છે અને કેટલો બાકી છે તે જાણતો અલ્પકાળમાં પૂર્ણતા પામે છે.
જેણે આત્માનો મહિમા જાણ્યો નથી, રુચિપ્રતીતિ કરી નથી, “હું કોણ છું? શું કરી શકું, તથા શું ન કરી શકું?' એવા પ્રથમ પગથિયાનું ભાન કર્યું નથી તે બાહ્યથી જે કાંઈ કરે તે મિથ્યા છે. પોતાની પાત્રતા અને સદ્દગુરુ-બોધ થયા વિના હિતઅહિતનો વિવેક સમજાય નહીં. અનંત કાળમાં પોતાને ભૂલીને બીજાં બધુંય કર્યું પણ તેથી રખડવું જ થયું.
શ્રી ગણધરદેવ હજારો સંત-મુનિઓના નાયક, તીર્થકર ભગવાનના વજીર છે. તેમણે ભગવાનની વાણીનો આશય (ભાવ, અર્થ) ધારણ કરેલ, તેમાંથી બાર અંગ (સૂત્રો) ની રચના કરી. તે મૂળ સૂત્રો હાલ વિચ્છેદ થઈ ગયાં છે.
જે ભાવ શ્રી ભગવાનનો છે તે જ ભાવ વિશાળપણે પોતાના જ્ઞાનમાં ધારી રાખનાર શ્રી ગણધરદેવને ચાર જ્ઞાન હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com