________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૮) છે.) જેમ આંગળી લંબાવી બતાવે કે આ ચંદ્ર તે લીમડાની ડાળ ઉપર ડાબી બાજુએ છે. પછી સમજનારો ઝીણી નજર કરી દૂર લક્ષ્ય ઉપર દષ્ટિ કરે તો ચંદ્રના દર્શન કરે છે. પણ આંગળી, વૃક્ષ વગેરે નિમિત્ત ઉપર દષ્ટિ કરે તો ચંદ્ર દેખાય નહીં. તેમ લાયક (પાત્ર) જીવ સદ્ગુરુ પાસે રહીને, સત્સમાગમ વડે અભ્યાસ કરે, અને શ્રીગુરુ અતીન્દ્રિય આત્માને અનેક નય, પ્રમાણ આદિથી સમજાવે, અને તેનો પરમાર્થ, શિષ્ય સમજી જાય તો સદ્ધોધરૂપી ચંદ્રોદયના દર્શન કરે અને પુરુષાર્થથી પૂર્ણતાને પામે, પણ જ્ઞાનીનો કહેલો આશય સમજે નહીં તો સદ્ધોધરૂપી ચન્દ્રોદયના દર્શન ન થાય.
સ્વરૂપ સમજવા માટે સાવધાન થઈને, બધા વિરોધને ટાળીને શ્રીગુરુનો આશય સમજે તો સમ્યક્દર્શન થાય; અને સાથે જ પૂર્ણતાના લક્ષે જેવો સ્વભાવ છે તેવો થવા માટે પુરુષાર્થની સ્થિરતા કરે.
બીજ, ચંદ્રનું દર્શન ત્રણ પ્રકારે જણાવે છે - (૧) બીજ આખા-અખંડ ચંદ્રનો આકાર દેખાડે છે; (૨) તે જ સમયે કેટલો ઊઘડ્યો છે તે બતાવે છે, અને (૩) કેટલો ઊઘડવો બાકી છે તે જણાવે છે. તેમ સાધક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com