________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૧૨૫ )
સર્વથા ક્ષય થઈ જાય.
અજ્ઞાની-મોહી જીવ અનાદિ સંસારથી લઈને મોહ કર્મની અસરમાં પોતાની ભૂલના કારણે ટક્યો છે. પરદ્રવ્ય, પરભાવમાં પોતાપણાની ભ્રાન્તિ કરવાથી, પોતામાં સુખ-શાંતિ છે તે ભૂલીને પ૨વસ્તુમાં સુખ-શાન્તિની કલ્પના કરી છે. દર્શનમોહનીય કર્મના રજકણો સ્વરૂપની અસાવધાની રાખવામાં, ભૂલ ટકાવી રાખવામાં (ઊંધી શ્રદ્ધામાં ) માત્ર નિમિત્ત છે. જીવ પોતાની ભૂલથી રાગ-દ્વેષ, અજ્ઞાન વડે મહા અવિવેકી થયો છે, સાધક જીવે તે ભૂલને સત્તમાગમ અને સદ્વિવેક વડે ટાળી છે, તેથી ચારિત્રમોહની શક્તિ સંબંધે કહે છે કે, તે મોહની શક્તિ કરતાં અનંત ગુણી શક્તિ ચૈતન્યમાં છે. અલ્પ અસ્થિરતા છે તેને ટાળીને ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ, આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનકે જઈ અનન્ય ચિંતનવડે અતિશય શુદ્ધ સ્વભાવની અધિક ઉજ્જવળ સ્થિરતાને વધારતો ચારિત્રમોહનો ક્ષય કરી, ક્ષીણમોહ (બારમું ગુણસ્થાન) પ્રાપ્ત કરું; અને તેના છેલ્લા સમયે ચારિત્રમોહનો અંશ પણ ન રહે. તદ્દન સ્થિરતા એટલે કે શુદ્ધ સ્વભાવની રમણતામાં એકલો ચૈતન્ય આનંદઘન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com