________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૮) છે. જેમાં જેની રુચિ તે ઊણું ન માગે. જેને સંસારનાં ધન, આબરૂ વગેરેની રુચિ છે તે રાગાદિ તૃષ્ણા દ્વારા પૂર્ણ પરિગ્રહને ઈચ્છે છે; અને તે જલદી પ્રાપ્ત થાય એવા મનોરથ (ભાવના) ભાવે છે. તેનાથી વિપરીત સવળો પુરુષાર્થ જ્ઞાનીને હોય છે. આ સંસાર એકાંત દુઃખે કરીને અજ્ઞાનમય અશાંતિથી બળી-જળી રહ્યો છે, મારું આત્મસ્વરૂપ તેનાથી ભિન્ન બેહુદ શાંતિ-આનંદમય જ્ઞાનઘન છે, એવું ભાન થતાં શુદ્ધ તત્ત્વસ્વરૂપની ભાવના થાય છે અને પૂર્ણની ભાવના (સચિ) વધતી જાય છે.
કેવળજ્ઞાન કેમ પ્રગટે, તેની ભાવના શ્રીમદ્ રાજચંદ્ર સ્વાત્મગત અહીં વિચારે છે. અત્રે સિદ્ધદશાની ભાવના છે.
પોતાનું પૂર્ણ શુદ્ધ આત્મપદ જેવું છે તેવી જ યથાર્થ પ્રતીતિ (સમ્યક શ્રદ્ધા), જ્ઞાન અને સુવિચારદશાથી સહજ આત્મસ્વરૂપનું ઘોલન ધર્માત્માને ચાલે છે. એ પૂર્ણતાને લક્ષે પૂર્ણ થવાની ભાવના જ્ઞાની ભાવે છે. ૧૬
હવે ચૌદમી “અયોગી જિન” ભૂમિકાની વાત છેઃમન, વચન, કાયા ને કર્મની વર્ગણા.
છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com