________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૫ ) વીતરાગદશા, ધન્ય તે મુનિ નિગ્રંથપદ, ધન્ય તે તદ્દન દિગંબર સર્વોત્કૃષ્ટ સાધકદશા ( અવસ્થા ).
“સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને ” શારીરિક, માનસિક તથા દ્રવ્યકર્મનો સંબંધ તથા સ્થૂળ ઉપચારિક સ્ત્રી, પુત્ર, ધનાદિનો સંબંધ છેદીને મુનિદશા પ્રગટ કરું, આત્મા અબંધસ્વરૂપ છે તેને જ્ઞાનની સ્થિરતાની ઝીણવટથી જાણીને, ભેદજ્ઞાન વડે કર્મઉદયની સૂક્ષ્મ સંધિને હું છે. એવી અહીં ભાવના છે. આત્મસ્વરૂપના ભાનવડે રાગતિ જ્ઞાનમાં સ્થિરતા થતાં જ અનાદિ સંતાનરૂપ સંસારવૃક્ષનું મૂળ-રાગ-દ્વેષ, અજ્ઞાનની ગાંઠ છેદાઈ નાશ પામે છે. “વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો સંસારમાં સ્વચ્છંદી છોકરા ભાવના ભાવે છે કે કયારે મારો પિતા મરણ પામે અને મને બધો વારસો અને વહીવટ હાથ ( કાબુમાં ) આવે? તેથી વિરુદ્ધ આ લોકોત્ત૨ માર્ગમાં સાધક જીવ એવી ભાવના ભાવે છે કે અતીન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે કયારે તીર્થંકર ભગવાન મળે અને કોઈ મહાન ધીમંત મુનિવર નિગ્રંથ જે પંથે આત્મસ્વરૂપમાં વિચર્યા તે પંથે વીતરાગકુળની વટ પ્રમાણે
99
''
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com