SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૧). ભાવે અતીન્દ્રિય ચૈતન્ય-સમાધિમાં સહજ આનંદની અખંડ ધારાવાહી સમતા વેદે છે. જે વીતરાગદશામાં વર્તે છે તે કેવળજ્ઞાન નિધાનનાં આમંત્રણ કરે છે. દેહ રહો કે ન રહો તેનો વિકલ્પ પણ નથી. આવી ઉત્કૃષ્ટ મુનિદશાની ભાવના કોણ ન ભાવે ? શ્રીમદ્ પોતાને જે સ્થિતિ જોઈએ છે તેની ભાવના કરે છે. એટલે કે મુનિપણાની તૈયારી વર્તમાનથી જ કરી રાખી છે. તેથી હવે અલ્પકાળ પછી સાક્ષાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવાન આદિ કોઈ મહિપુરુષ પાસે મુનિપણું લેશે, અને જિનઆજ્ઞાનું આરાધન કરતાં સ્વરૂપસ્થિરતા વડે, એ અપૂર્વતાથી “જાશું સ્વરૂપ સ્વદેશ જ” એટલે કે મોક્ષદશા લેવાના છે. એ ઉત્કૃષ્ટ નિર્ચથદશા વડે જિનઆજ્ઞાએ વિચરતાં “પ્રભુ આજ્ઞાએ થાશે તેવું સ્વરૂપ જો” એટલે કે પૂર્ણતાને પામશું. કહ્યું છે કે અવશ્ય કર્મનો ભોગ જે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ઘારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે;” ધન્ય રે દિવસ આ અહો! સૂક્ષ્મપણે અંતરંગ પરિણામની હદ (સ્થિતિ) ઉપર લક્ષ કરતાં કંઈક કર્મ બાકી રહ્યાં છે એમ જણાયું, તેથી તેનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy