________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૩) સુખ-દુઃખપણાની મિથ્યાકલ્પના કરીને રાગ-દ્વેષનો કર્તા અને શાતા-અશાતારૂપ અશાન્તિ (અસ્થિરતા) નો ભોક્તા થાય છે. તે મોહી જીવ જે કાંઈ માને છે, જાણે છે તથા જેમાં વર્તે છે, તે બધું ઊંધું છે, તેથી મિથ્યાઅભિપ્રાય, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર તેને હોય છે, એટલે કે તેનું માનવું, જાણવું અને વર્તવું સદાય અસત્ય છે.
બીજાં અને ત્રીજું ગુણસ્થાન ચોથા ગુણસ્થાનેથી પડનારનું છે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક્રદર્શન થતાં શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે. જેમાં દર્શનમોહનો અભાવ થઈ દેહાદિ તથા રાગાદિ ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમાં
સ્વાનુભવ-સ્વરૂપાચરણ પ્રગટે છે; પણ ચારિત્રગુણ ઊધયો નથી.
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન છેતેમાં અંશે સ્થિરતાવિરતિ છે. ત્યાર પછી છઠ્ઠી તથા સાતમા ગુણસ્થાનમાં સર્વ વિરતિ મુનિપણું છે.
આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિ જેને હોય છે તેને અતિશય શુદ્ધસ્વભાવમય પવિત્ર દશા વધતી જાય છે. પછી તમે ક્રમે નવમું અને દશમું ગુણસ્થાન પ્રાપ્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com