________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) ત્યાં વર્તે છે. આવું જે ભાન છે, તે સમ્યગ્દર્શન છે, તે ચોથી ભૂમિકા છે, ત્યાં અંશે જિનદશા પ્રગટ છે, તેને જૈનદર્શનનો એકડો કહ્યો છે.
સમ્યક અભિપ્રાયનું ભાન થયું તેની સાથે અસંગતાનો પુરુષાર્થ હોય જ! કદી હીનાધિકપણે હોય, પણ હવે સ્વસમ્મુખ જ પરિણતિ વહે છે, કેવળ ચૈતન્યનું ભાન છે, તેમાં એક પરમાણુમાત્રનો સંબંધ નથી, પર નિમિત્ત તરફના વલણથી થતો વિકાર નથી. પૂર્ણ મુક્ત પરમાત્મા સમાન એકલો આત્મા છૂટો છે એવું નિઃશંક અભિપ્રાયમાં ભાન વર્તે છે. આત્મા પરમાર્થે ઊણો, હીણો કે વિકારી નથી, બંધ કે ઉપાધિ તે આત્માનો સ્વભાવ નથી, છતાં આત્માને દયાવાળો, પુષ્યવાળો, શુભાશુભ બંધવાળો માનવો તેનું નામ મિથ્યાદર્શન શલ્ય છે. કોઈ પરમાર્થ વચનોને શબ્દોપણે માત્ર મનમાં ધારી રાખે અને પુરુષાર્થ હીનપણે સ્વચ્છેદે વર્તે તેની અહીં વાત નથી. જ્ઞાનીને તો પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ સમ્યજ્ઞાન પ્રમાણ છે; તેથી સહજ એકરૂપ અવસ્થા (પરથી જુદી) આત્મસ્વરૂપમાં અભેદ છે એવું લક્ષ નિરંતર વર્તે છે. આત્માનો એકપણ ગુણ પરમાણુમાં ભળી ગયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com