________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) એક જ વખત આહાર પાણી વાપરે લે છે. આહાર લેવા વખતે આહારનું લક્ષ નથી, પણ પૂર્ણ કયારે થાઉં એ લક્ષ છે, જાગ્રત દશા છે એવા અપૂર્વ ટાણા કયારે આવશે ? એ ભાવનામાં જ શુદ્ધતાનો
અંશ પડયો છે. જિન આજ્ઞા અને વીતરાગદશાનો વિચાર એ ભાવના છે, તે શુદ્ધભાવનું કારણ છે. કારણમાં જો કાર્યનો અંશ ન હોય તો તેને વીતરાગદશાનું “સાધક” કારણ નામ અપાય નહિ. એ ઉત્કૃષ્ટ સાધકદશા વર્તે એવો અપૂર્વ અવસર કયારે આવશે એ અહીં ભાવના છે. “સ્વકાળ” એટલે સ્વસમય છે. શ્રી અમૃતચંદ્ર આચાર્ય સમયસાર ગ્રંથના પહેલા કળશમાં “સમય” નો અર્થ “આત્મા” થાય છે એમ કહે છે. અને તેમાં સાર' જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા” છે, તેને નમસ્કાર કરે છે. પૂર્ણ અવસ્થા જલ્દી પ્રગટો એવી એ ભાવના છે.
શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન અને આત્મઅનુભવ તો થઈ ગયો હતો, એટલે અહીં મુનિપણાની ભાવના ભાવે છે, જેવું પૂર્ણ અસંગ નિરાવરણ આત્મસ્વરૂપ લક્ષમાં લીધું છે, તે પૂર્ણતાના લક્ષે હવે તે પરમપદ પ્રાપ્તિનો ઉપાય શું તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com