________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૩) ભાવના છે.
ચૌદમી ભૂમિકાથી છૂટીને ચૌદ બ્રહ્માંડ ઉપર આઠમી પૃથ્વી છે તે ઉપર આત્મા પોતાના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે સ્થિર રહે છે. આત્મા સૂક્ષ્મ, હળવો છે. તેનો ઊર્ધ્વગમન સ્વભાવ છે.
અહીં કોઈ પૂછે કે આત્માનો ઊંચો જવાનો સ્વભાવ છે, તો આજ સુધી ઊંચે કેમ ન ગયો? તેનો ઉત્તર એ છે કે દરેક જીવ ઉચ્ચપણું ઈચ્છે છે, છતાં પોતાના અજ્ઞાનના કારણે દેહાદિ પર વસ્તુમાં રાગ-દ્વેષ, મોહુ વડે ઉપાધિરૂપ કર્મબંધનમાં અટકયો છે. જ્યાં સુધી સ્વ-સન્મુખ પૂર્ણપણે સ્વરૂપસ્થિરતા ન કરે ત્યાં સુધી પોતાનો ઊર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થતો નથી. પૂર્ણ શુદ્ધ થતાં શક્તિરૂપે મોક્ષસ્વભાવ હતો તે પ્રગટ થતાં તે જ સમયે ઊર્ધ્વગમન સ્વભાવ નામની શક્તિ પ્રગટ થાય છે. દેહાદિ કર્મબંધનથી છૂટયા પછી તેનું નીચું રહેવું શકય નથી. આત્મા અરૂપી સૂક્ષ્મ છે, હળવો છે; હળવી ચીજ ઉપર જ જાય.
માટીનો લેપ લગાડેલ તુંબડીને કૂવામાં નાખો તો તે ડૂબી જાય છે, પણ માટી ધોવાતાં તુંબડી ઉપર આવે છે, તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com