________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૭)
નિજ અનંત સુખભોગ એટલે કે નિરાકુળ સ્વભાવનો અવ્યાબાધ આનંદ લેશે. તેથી તે અનંત છે.
જીવોને સુખ જોઈએ છે; તે અનંત સુખઆરોગ્ય બોધિલાભથી [ભાઈ વોદિનામં] પ્રાપ્ત થાય છે, માટે પ્રથમ સમ્યક્દર્શનનો ઉપાય કરવો. સમ્યક્દર્શન થતાં સમાધિ પ્રગટે છે. સમાધિ ના દશ બોલ શાસ્ત્રમાં કહ્યાં છે. તેમાં પ્રથમ સમાધિ બોલ પોતાના શુદ્ધ-આત્મસ્વરૂપનો યથાર્થ અનુભવ થવો તે છે. અને છેલ્લો-દશમો-બોલ સમાધિમરણ છે; એટલે પંડિતવીર્ય સહિત, જ્ઞાન, સમાધિ અને સ્વરૂપસ્થિરતા સહિત છેલ્લા દેહનું છૂટવું તે છે; અને પૂર્ણ સ્વરૂપસમાધિ તે સાદિ-અનંત અનંત સુખમાં સદાય ટકવું તે છે; એવા અપૂર્વ અવસરની અહીં ભાવના છે.
આત્માનો સ્વ-સ્વભાવ અનંત આનંદ સુખરૂપ છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે, જે શક્તિરૂપ મોક્ષસ્વભાવ હતો તે પ્રગટ થતાં સહુજ આનંદનો સ્વાદ આવે છે.
ચણાનું દષ્ટાંત - જ્યારે ચણો કાચો હોય છે ત્યારે સ્વાદે તે તૂરો લાગે છે, અને વાવીએ તો ઊગે છે. પણ જ્યારે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com