________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(3)
66
ભાવના ભાવે છે.
,,
અપૂર્વ અવસર ” નો અર્થ બાહ્ય અપૂર્વ કાળ નહિ પણ આત્મદ્રવ્યમાં અપૂર્વ સ્વકાળ એવો અર્થ થાય છે. તે શુદ્ધ સ્વભાવની પરિણતિ છે. દરેક વસ્તુ સ્વચતુષ્ટય મંડિત છે, સ્વાધીન છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવરૂપ છે, તે નિત્ય ટકીને પરિણમે છે. પૂર્વે અજ્ઞાનભાવે રાગાદિ પરભાવવાળો થઈને ૫૨પણે પોતાને માનતો પરિણમતો હતો; પણ જ્યારે યથાર્થ સત્સમાગમ વડે શુદ્ધાત્માની અંતરપ્રતીત, પુરુષાર્થ વડે કરી ત્યારે સ્વઆત્મગત સ્વભાવમાં પરિણમન થયું, તે પરિણમન જ આ આત્માની અવસ્થાનો કાળ છે, તેને સ્વકાળ કહેવાય છે. આત્મજ્ઞાન વડે સ્વભાવનું ભાન વર્તે છે, પણ હજી પૂર્ણ શુદ્ધ પર્યાય ઊઘડી નથી, તે પૂર્ણ કરવા માટે સ્વરૂપના ભાન સહિત સહજ સ્વરૂપમાં વર્તન (જ્ઞાનની અવસ્થા ) નો અપૂર્વ અવસર કયારે આવશે? પોતાને શુદ્ધપણે પરિણમવું છે તેમાં બાહ્યકાળ તો માત્ર નિમિત્ત (હાજરીરૂપ ) છે.
અહીં ‘અપૂર્વ’ માં અનંત ભાવ (આશય ) સમાઈ જાય છે. તેથી અહીં “અપૂર્વ ” મંગળિકથી ભાવના કરે છે. પૂર્વે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com