________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૨) પ્રારબ્ધ બાકી રહે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં સુધી તેની સ્થિતિ છે. આયુષ્ય પૂરું થતાં દેહમાં રહેવાની જીવની સ્થિતિ પૂરી થાય છે, તેથી ઊર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થઈ સ્વતંત્ર તત્ત્વ સિદ્ધ, બદ્ધિ મુક્ત થાય છે.
જ્યાં સુધી આત્માનું યથાર્થ ભાન નથી ત્યાં સુધી પરવસ્તુમાં, દેહાદિમાં, પુણ્યાદિમાં કર્તૃત્વ, મમત્વ અને સુખબુદ્ધિ ટળે નહીં. કદી અજ્ઞાનપૂર્વક શુભ પરિણામ કરશે તો પાપાનુબંધી પુણ્ય બાંધશે, અને પરંપરા નરકનિગોદમાં જશે. આત્માનાં ભાન-શ્રદ્ધા વિના ભવ ન ઘટે.
સાચા હિતની સમજણ વિના અનંત કાળથી જીવને રખડવું થયું છે. કદી અપૂર્વ ભાન વડે આત્મા પરથી જુદો જેમ છે તેમ માન્યો નથી, તેથી આત્મા કર્મબંધન અવસ્થામાં રહ્યો થકો દેહરહિત થયો નથી. એક દેહથી છૂટી બીજા દેહમાં જતાં વચ્ચે તેજસ અને કાર્પણ શરીર સાથે જ રહે છે. વળી સમ્યકદર્શન વિના બહારથી પણ ઘણી પ્રતિકૂળતાના સંયોગો દેખાય છે, કારણ કે નિર્દોષ જ્ઞાતાશક્તિને ભૂલીને પર સત્તાનો સ્વીકાર કરી કર્મબંધભાવમાં જીવ ટક્યો છે; તેથી પર વસ્તુમાં સુખબુદ્ધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com