________________
પૂ. આ. શ્રીકારસૂરિ જીવનચરિત્ર
મધ્યાહ્ને સૂર્યાસ્ત
વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે અમદાવાદ શહેરમાં શ્રમણ સંમેલનનો પ્રારંભ થયો. ઘણી રીતે આ સંમેલન અપૂર્વ હતું. અરસપરસના ભેદ ભાવોને દૂર કરી મહાન આચાર્યો એક મંચ પર ભેગા થઈ સંઘના યોગ-ક્ષેમની તેઓએ વિચારણા કરી. પાછળથી ગુણાનુવાદ સભામાં અનેક પૂજ્યપાદ આચાર્ય ભગવંતોએ કહેલું તેમ સંઘ ઐકયનું આ મહાન કાર્ય પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય ૐકાર સૂરીશ્વરજી મહારાજની અદ્ભૂત કાર્ય કુશલતા વિના શક્ય નહોતું. શ્રમણ સંમેલનમાં વહેલી સવારથી મોડી રાત સુધી વ્યસ્ત રહેતા હોવા છતાં વહેલી સવારે પૂજ્યશ્રી હંમેશા પ્રસન્ન વદન સ્વસ્થ લાગતા. જરાય થાક નહીં. વૈશાખ સુદ ૧ના દિવસે તો હજારો ભાવુકોની વચ્ચે સવા કલાક સુધી ઐતિહાસિક શ્રમણ સંમેલન સર્વાનુમતે પસાર કરેલ. બાવીસ ઠરાવોની પૃષ્ઠભૂ વિગતે સમજાવી. વૈશાખ સુદ ૨ની બપોરે અઢી વાગે થોડી અસ્વસ્થતા આવી ગઈ. વૈ. સુ. ૩ની સવારે દશ વાગ્યે ફરી અસ્વસ્થતા જણાતા પૂજ્યશ્રીને હોસ્પિટલમાં દાખલ કરાયાં. પાંચમની સવારે જરા સારું લાગ્યું. ડોક્ટરોએ કહ્યું કે, થોડો સુધારો થઈ રહ્યો છે. પૂજ્યશ્રીની અસ્વસ્થતાના સમાચાર સાંભળી દૂર દૂરથી આવેલા ભક્તો પૂજ્યશ્રીના સ્વાસ્થ્યમાં થઈ રહેલ સુધારા જોઈ પ્રસન્ન અને આશ્વસ્ત બન્યા. પણ એ વખતે ક્યાં ખ્યાલ હતો કે આશા ક્ષણિક હતી.
૪૧
વૈશાખ સુદ પાંચમની સવારે આચાર્ય ભગવંતો સુખશાતા પૂછવા આવ્યા ત્યારે નવવાગ્યે પૂજ્યશ્રી નવકારવાળી ગણતા હતા. સાંજે થોડાક આરામમાં હોવાથી પ્રતિક્રમણ થોડું મોડું શરૂ કરાવ્યું. પૂજ્યશ્રી સ્વસ્થતાથી પ્રતિક્રમણ કરતા હતા. અબ્બુદ્ઘિઓ ખામ્યો. આયરિય ઉવજ્ઝાય સૂત્ર દ્વારા ક્ષમાપના કરી અને બે લોગસ્સનો કાઉસગ્ગ પૂજ્યશ્રીએ શરૂ કર્યો. કાઉસ્સગ્ગધ્યાનમાં જ પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. વૈ. સુ. ૫ ગુરુવાર ૨૧-૪-૮૮ની રાત્રે ૯-૨૦ મિનિટે થયેલ તેઓ શ્રીમદ્ની ચિરવિદાયથી કદી ન પૂરી શકાય તેવી ખોટ સકળ સંઘને પડી છે.
ગુરુદેવ ચાલ્યા ગયા...
પાટ પર બેસી વાત્સલ્ય ધારાથી સહુને ભીંજવી દેતા ગુરુદેવના દર્શન હવે નહીં થઈ શકે, અંતસ્તલમાં જોડાયેલી એમની પાવન મૂર્તિના જ દર્શન હવે થઈ શકશે અને થશે તો ફોટાઓ ચિત્રોમાં જ તેઓશ્રીનું દર્શન.
પંકજ સોસાયટીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ્યાં શ્રમણ સંમેલનના ૧૮ દિવસ પૂજ્યશ્રીની ડોળી પડી રહેતી. જે ઠેકાણેથી ડોળીમાંથી નીચે ઉતરી સંમેલનનું સંચાલન કરવા પંકજ ઉપાશ્રયમાં પધારતા. ત્યાં જ તેઓશ્રીની પાલખી આવી ઊભી રહી.
અગ્નિની લપેટોમાં પૂજ્યપાદશ્રીનો પાવન દેહ ભસ્મીભૂત થઈ ગયો. ઉપનિષા ઋષિના શબ્દો વાપરીને કહીએ તો ‘એકોઽહં બહુસ્યામ’ની પેઠે ગુરુદેવ એક રૂપમાંથી અનેક રૂપે વિલસ્યા.
(અનેક રૂપે ભક્તોના હૈયે રહેલા પૂજ્યપાદ ગુરુદેવશ્રી આજે અહીં જ, આપણી વચ્ચે જ છે.) ગુરુદેવ ! તમે અહીં જ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org