________________
विवेकचूडामणिः
सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरम् ।
गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणमाम्यहम् ॥ १ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
સર્વવેદાન્તસિદ્ધાન્તગોચર તમગોચરમુI
ગોવિન્દ પરમાનન્દ સદ્ગુરુ પ્રણમામ્યહમ્ / ૧ / શ્લોકનો ગદ્ય અન્વય – સર્વવેદાન્તરદ્ધાન્તોવરં (તથાપિ ચં), ગોવાં તે (હતાશ) પરમાનન્દ સરું નવિનં બહું પ્રણમામિ | (8)
શબ્દાર્થ: મનુષ્યનાં મન અને જ્ઞાનેન્દ્રિયોને જે સમજાય, જે એનો વિષય બની શકે, તે “ગોચર', અને એવું ન બને તે “અગોચર'. (૧)
અનુવાદ : વેદાન્ત (દર્શન)ના બધા જ સિદ્ધાન્તોનો જે (એકમાત્ર) વિષય છે (અને છતાં પણ જે મનને હંમેશાં સંપૂર્ણરીતે) અગોચર (જ રહે છે), તે પરમઆનંદરૂપ સદ્ગુરુ ગોવિંદ(-પરમાત્મા)ને હું પ્રણામ કરું છું. (૧). - ટિપ્પણ: પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે, ગ્રંથનો આરંભ “મંગલશ્લોક'થી કરવામાં આવતો, જેમાં ગ્રંથકર્તા, પોતાનું આ કાર્ય વિના-વિને, સફળતાપૂર્વક સંપન્ન થાય, એ ઉદેશથી, પોતાના ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. અહીં ગોવિંદ' એટલે પરમેશ્વર' તો ખરા જ, પરંતુ એ શબ્દ દ્વારા, શ્રીશંકરાચાર્ય, ગર્ભિત રીતે, પોતાના ગુરુ શ્રીગોવિંદપાદાચાર્યને પણ પ્રણામ કરે છે, એમ સમજવાનું છે. અને “વેદાન્ત' એટલે ભારતીય દાર્શનિક (Philosophical)
વિવેકચૂડામણિ | પ૭