________________
+ ૧૨:
આત્માની વિભાવદશામાં થતાં મનેવિકા, કષા, તૃષ્ણાઓ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે બહૂ જણાવ્યા છે.
આ ગ્રંથના અવતરણનું કાર્ય વડિલેના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનમેદનાપાત્ર છે સાથે એઓને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું બળ મળે એવી ભાવના રાખું છું.
આ ગ્રંથની ઉપયોગિતા અને લોકપ્રિયતા કેવી બને છે, એને ખ્યાલ અમુક સમયના વહી ગયા પછી આવશે.
કથાનુગની ઉપયોગિતા, આર્ય સાહિત્યકાર અને આર્ય સાહિત્યની ઉગ્રતા, મૂળ ગ્રંથની ઉપાદેયતા વિગેરે બાબતો ઉપર અવતરણકારે પ્રસ્તાવનામાં ઘણો પ્રકાશ પાડેલો છે એટલે અત્ર વધુ લખતો નથી. ગરછમાં વ્યવસ્થા અને સંરક્ષણની ઘણી જવાબદારીઓ "હેવાથી વિશેષ લખવા માટે બહાળો સમય પણ નથી.
અંતમાં, મધરની ભૂમિ ઉપર શાસનરન શ્રી ગેમરાજજી ફતેચંદજી સંઘવી આદિ પુણ્યવાન દ્વારા શિવગંજમાં સંસ્થાપિત
શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય” દ્વારા અનેક અભ્યાસીઓ તૈયાર કરાય છે તેમજ ધર્મશ્રદ્ધાનાં હેતુભૂત-વૈરાગ્યમય તત્વજ્ઞાનના ગ્રંથ પણ પ્રકાશિત થાય છે.
ઉપદેશપ્રાસાદ મંથને હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગો બહાર પાડ્યા. શ્રી મો. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારસનું તૃતીય મુદ્રણ કરાવ્યું. પંચસત્રનું (ઉચ્ચ પ્રકાશના પંથે) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી “ઉપમિતિ ભવપ્રપંચા કથા સાહાર" અવતરણને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માઓને મુમુક્ષુકરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની