________________
: ૧૦:
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “વૈરાગ્ય કલ્પલતા” ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી “ ભુવનભાનુ કેવલિ” ચરિત્રમાં પણ આની ઘણી છાયા દેખાય છે. શ્રીયુત મોતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે.
1. જૈનેતરમાં શ્રી હર્મન જેકોબી અને પીટરસન જેવા પાશ્ચાત્યોએ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાને પણ આ રચના માટે મસ્તક નમાવે છે.
આજના યુગમાં જીવન જીવી રહેલ અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગએલો માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તો એને રસ ન આવે, કાં સમજાય નહિ. એટલા ખાતર “ઉપમિતિ ભવ પ્રપંચો કથા સાહાર” ઉપર ગુજરાતી અવતરણુ લખાવવાની ભાવના થઈ. એ અવતરણ કરવું મારે માટે અશક્યપ્રાય હતું.
એ કાર્ય ને સોંપવું ? આમાં ઘણે સમય ગયો. સંવત ૨૦૨૦નું ચાતુર્માસ અમારું સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ. વર્ષે શાસનરાગી શાન્તમૂર્તિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા. એમના શિષ્ય મુનિ શ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાય કરેલ નહિ એટલે કાર્ય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું.
- અવતરણ શાસ્ત્ર રહયજ્ઞ ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને એગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો છે કે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હેવાથી તેમજ