________________
“જેન જગત'ના સંપાદક શ્રી જમનાલાલ જેને અથથી. ઇતિ સુધીનાં પુફ જોયાં છે. પ્રેસ વર્ધામાં અને શ્રી માલવણિયાજી બનારસમાં-એટલે સમગ્ર દષ્ટિથી જોતાં વર્ધામાં જ પ્રફ સંશોધનનું કાર્ય વિશેષ અનુકૂળ હતું, જે શ્રી જમનાલાલજીએ યથાસંભવ ધ્યાનપૂર્વક ગોઠવી આપ્યું છે. તે માટે અમે તેમના આભારી છીએ.
તત્ત્વાર્થ હિંદીના જ નહીં પરંતુ મારી લખેલી કોઈ પણ ગુજરાતી કે હિન્દી પુસ્તિકા અથવા લેખના પુનઃ પ્રકાશનમાં પ્રત્યક્ષ રીતે ભાગ લેવાને મારે રસ ઘણા સમયથી રહ્યો નથી. મેં ઘણા સમયથી વિચારી રાખ્યું છે કે અત્યાર સુધી જે કંઈ વિચાર્યું અને લખવામાં આવ્યું છે તે જે કોઈપણ દષ્ટિએ કોઈ સંસ્થા અથવા કોઈ વ્યક્તિઓને ઉપયોગી લાગશે તે તેઓ તેને માટે જે કંઈ કરવું પડશે કરશે. તે હું પિતાને લેખ વગેરેમાં કેમ ફસાઈ રહું ? આ વિચાર પછી જે કંઈ મારું જીવન યા શક્તિ બચી છે તેને હું જરૂરી નવા ચિંતન વગેરે તરફ ખેંચી રહ્યો છું. આવી સ્થિતિમાં હિંદી તત્વાર્થની બીજી આવૃત્તિના પ્રકાશનમાં મુખ્ય રીતે રસ લેવાનું મારે માટે તો સંભવિત ન હતું. જે આ ભાર ફક્ત મારા ઉપર જ હેત તે નિસંદેહ બીજી આવૃત્તિ ન નીકળી શકત. -
પરંતુ આ બાબતમાં મારા ઉપર આવતી બધી જવાબદારી પિતાની ઇચ્છા અને ઉત્સાહથી ૫. માલવણિયાએ પિતાના ઉપર લઈ લીધી. અને તેને છેવટ સુધી સારી રીતે નિભાવી પણ. આ નવી આવૃત્તિના પ્રકાશન માટે જેટલું અને જે કંઈ સાહિત્યને અભ્યાસ કરવો પડ્યો, સમુચિત પરિવર્તનને માટે જે કંઈ ઊહાપોહ કરવો પડ્યો અને બીજી વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org