________________
૨૦
- ઉપર કહેલાં લક્ષણે ઉમાસ્વાતિના ભાગ્ય અને પ્રશમરતિ જેવા ગ્રંથેના વર્ણન સાથે બિલકુલ બંધબેસતાં નથી કેમકે તેમાં સ્પષ્ટ રીતે મુનિના વસ્ત્ર – પાત્રનું વર્ણન છે, અને ક્યાંયે નગ્નત્વનું ઐત્સર્ગિક વિધાન નથી તેમ જ કમંડળ – પિછ જેવાં સાધનનું તે નામ પણ નથી.
(૨) શ્રી પ્રેમીજીની દલીલે પૈકી એક એ પણ છે કે પુણ્યપ્રકૃતિ આદિ વિષય સંબંધી ઉમાસ્વાતિનું મંતવ્ય અપરા જિતની ટીકામાં મળે છે. પરંતુ સમુદાય તથા પરંપરાની તત્ત્વજ્ઞાન સંબંધી માન્યતાઓને ઇતિહાસ કહે છે કે ક્યારેક
ક્યારેક એક જ પરંપરામાં પરસ્પર વિરુદ્ધ જણાતી સામાન્ય અને મહત્ત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓ જોવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ બે પરસ્પર વિરોધી માનવામાં આવતી પરંપરાઓમાં પણ ક્યારેક ક્યારેક એવી સામાન્ય અને મહત્વપૂર્ણ નહીં એવી માન્યતાઓનું એકત્વ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં વસ્ત્રપાત્રના સમર્થક ઉમાસ્વાતિના વસ્ત્રપાત્રના વિરોધી યાપનીય સંઘની અમુક માન્યતાઓ સાથે સમાનતા જણાય છે એમાં કાંઈ નવાઈ નહીં.
પં. ફૂલચંદ્રજીએ તત્ત્વાર્થસૂત્રના વિવેચનની પ્રસ્તાવનામાં ગુબ્રપિચ્છને સૂત્રકાર અને ઉમાસ્વાતિને ભાગ્યકાર બતાવવાને પ્રયત્ન કર્યો છે. પરંતુ આ પ્રયત્ન જેવી રીતે ઇતિહાસવિરુદ્ધ છે તેવી જ રીતે તકની સાથે અસંગત પણ છે. તેઓએ જ્યારે આ લખ્યું કે શરૂઆતની કારિકાઓમાં એવી કોઈ કારિકા નથી કે જે ઉમાસ્વાતિને સૂત્રકાર બતાવતી હોય ત્યારે માલૂમ પડે છે કે એકમાત્ર પોતાના મન્તવ્યની સ્થાપના કરવાના પિતાના આગ્રહને કારણે જે અર્થ સ્પષ્ટ છે, તે પણ ક્યાં તે તેઓના
જણાય તે એની અમુક મતના વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org