________________
ધ્યાનમાં આવ્યો ન હોય અથવા તો તેઓએ તેની ઉપેક્ષા કરી. બીજી કારિકાઓની વાત છેડી દઈએ તે પણ કારિકા નં.૨૨ અને ૩૧ એટલી સ્પષ્ટ છે કે જેમના, ઉમાસ્વાતિ કૃત સૂત્રસંગ્રહ અથવા ઉમાસ્વાતિ કૃત મેક્ષમાર્ગ શાસ્ત્રરૂપ અર્થમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન રહેતું નથી.
પં. કૈલાશચંદ્રજીનું હિંદી અર્થ સાથે લખેલું તત્વાર્થસૂત્ર હાલ પ્રગટ થયું છે. તેની પ્રસ્તાવનામાં તેઓએ તત્વાર્થ-ભાષની ઉમાસ્વાતિકર્તકતા તથા ભાગના સમય વિષે જે વિચારે પ્રદર્શિત કર્યા છે તેને ધ્યાનપૂર્વક જોતાં કોઈ તટસ્થ ઐતિહાસિક તેમને પ્રમાણભૂત નહીં માની શકે. પંડિતજીએ જ્યાં પણ ભાષ્યની સ્વપજ્ઞતા અથવા રાજવાર્તિક વગેરેમાં ભાષ્યના ઉલ્લેખને સંભવ દેખાય ત્યાં ઘણું કરીને સર્વત્ર આધાર વિનાની કલ્પનાના જોરે બીજી વૃત્તિને માનીને ભાષ્ય ગ્રંથનું આધુનિકત્વ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિષયમાં પં. ફૂલચંદ્રજી વગેરે અન્ય પંડિતે એક જ માર્ગના અનુગામીઓ છે. - હિંદીની પહેલી આવૃત્તિ પૂરી થઈ જતાં અને તેની માંગ વધતી રહેવાથી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસના મંત્રી અને મારા મિત્ર પં. દલસુખ માલવણિયા બીજી આવૃત્તિ બહાર પાડવાનો વિચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સહૃદય શ્રી રિષભદાસજ રાંકાને તેમની સાથે પરિચય થયું. શ્રી રાંકાજીએ હિંદી આવૃત્તિ પ્રકાશિત કરવાનું અને યથાસંભવ સસ્તામાં સહેલાઈથી મળે એવું કરવાને પિતાને વિચાર રજૂ કર્યો અને તેને પ્રબંધ પણ કર્યો એ માટે હું ઋણી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org