________________
૧
આરાધનાનું ખાસ સમ્યકૂઅધ્યયન પં. શ્રી દલસુખ માલવણિયાએ કર્યું. તે સમ્યક્ અધ્યયનના ફળસ્વરૂપ જે સેંધ તેઓએ તૈયાર કરી તેના ઉપર તેઓની સાથે મળીને મેં પણ વિચાર કર્યો. વિચાર કરતી વખતે ભગવતી આરાધના, એની ટીકાઓ અને બૃહત્કલ્પભાષ્ય વગેરે ગ્રંથનું આવશ્યક
અવકન પણ કર્યું. બની શકે એટલે આ પ્રશ્ન ઉપર મુક્તમને વિચાર કર્યો. છેવટે અમે બંને એ પરિણામ ઉપર પહોંચ્યા કે વાચક ઉમાસ્વાતિ યાપનીય ન હતા, તેઓ સચેલ પરંપરાના હતા જે અમે પરિચયમાં બતાવ્યું છે. અમારું અવલોકન અને વિચારનો નિચોડ આ પ્રમાણે છે:
(૧) ભગવતી આરાધના અને તેના ટીકાકાર અપરાજિત બને જ યાપનીય હેય તે તેમના ગ્રંથ પરથી યાપનીય સંધના આચાર વિષે નીચેનાં લક્ષણે ફલિત થાય છે -
(૪) યાપનીય આચારનું ઐત્સર્ગિક અંગ અચેલત્વ અર્થાત નગ્નત્વ છે.
| (0) યાપનીય સંઘમાં મુનિની જેમ આર્યાનું પણ મેક્ષલક્ષી સ્થાન છે. અને અવસ્થા વિશેષમાં તેમના માટે પણ નિવસન ભાવને ઉપદેશ છે.
() યાપનીય આચારમાં પાણિતલ (હથેળી) ભોજનનું વિધાન છે, અને કમંડળ – પિચછના સિવાય બીજા કેઈ સાધનનું ઐસર્ગિક વિધાન નથી.
૧. જુઓ અનેકાન્ત વર્ષ ૩. અંક ૧, ૪, ૧૧, ૧૨; વર્ષ ૪ અંક ૧, ૪, ૬, ૭, ૮, ૧૧, ૧૨; વર્ષ ૫ અંક ૧ -૧૧ જૈન” સિદ્ધાંત ભાસ્કર વર્ષ ૮ અને ૯. જૈન સત્યપ્રકાશ વર્ષ ૬ અંક ૪. ભારતીય વિદ્યા-સિંધી સ્મારક અંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org