________________
૧૭
ને અનુવાદ શ્રી હિરાલાલ કાપડિયા એમ. એ. ને, તથા તત્વાર્થભાષ્યના પ્રથમ અધ્યાયને ગુજરાતી અનુવાદ વિવે. ચન સાથે પં. પ્રભુદાસ બેચરદાસ પરીખને પ્રકાશિત થયે છે. તત્ત્વાર્થને હિંદી અનુવાદ જે વસ્તુતઃ મારા ગુજરાતી વિવેચનને અક્ષરશઃ અનુવાદ છે તે ધી મારવાડવાળા શ્રી મેઘરાજજી મુણત દ્વારા તૈયાર થઈ પ્રકાશિત થયા છે. સ્થાનકવાસી મુનિ આત્મારામજી ઉપાધ્યાય (હાલ આચાર્ય) દ્વારા “તત્વાર્થસૂત્ર – જૈનાગમ સમન્વય” નામની બે પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. એમાંથી એક હિંદી અર્થયુક્ત છે. અને બીજી હિન્દી અર્થ વિનાની આગમપાઠવાળી છે.
શ્રી રામજીભાઈ દોશીએ તત્વાર્થનું વિવેચન ગુજરાતીમાં લખી સેનગઢથી પ્રકાશિન કર્યું છે. પ્ર. જી. આર. જૈનના તત્ત્વાર્થના પાંચમા અધ્યાયનું વિવેચન આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ અંગ્રેજીમાં લખનૌથી પ્રકાશિત થયું છે. પં. મહેન્દ્રકુમારજી દ્વારા સંપાદિત કૃતસાગરાચાર્યકૃત તત્ત્વાર્થ વૃત્તિ, પં. લાલબહાદુર શાસ્ત્રી કૃત તત્વાર્થસૂત્ર ને હિંદી અનુવાદ અને પં. ફૂલચંદજીનું હિંદી વિવેચન બનારસથી પ્રકાશિત થયાં છે. તત્વાર્થસૂત્રની ભાસ્કરનંદિકૃત સુખબેધવૃત્તિ રિએન્ટલ લાયબ્રેરી પબ્લીકેશનની સંસ્કૃત શ્રેણીમાં ૮૪ મા પુસ્તક તરીકે પંડિત શાન્તિરાજ શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ ૧૪ મી શતાબ્દીની છે. તત્વાર્થરિસત્રી પ્રકાશિકા નામની વ્યાખ્યા જે શ્રી વિજયલાવરયસૂરિત છે અને જે શ્રી વિજય નેમિસૂરી ગ્રંથમાળાના ૨૨ મા રત્નરૂપે પ્રકાશિત થઈ છે. તે પાંચમા અધ્યાયના ઉત્પાદવ્યયાદિ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org