________________
ગુફામાં ચિંતન કરી શકો છું અને ઉત્સાહી સાથીઓ મેળવી નિશ્ચિતપણે આંખ, હાથ અને શરીરનું કામ લઈ રહ્યો છું, તે વિદ્યાપીઠની વિવોપાસનાની નીતિને જ આભારી છે એમ મારે કબૂલ કરવું જોઈએ. છેલ્લા કેટલાક માસ થયાં પ્રસ્તુત કાર્યમાં જ નિશ્ચિતપણે જોડાઈ રહેવા બદલ અને
જ્યારે જે માગણી કરી ત્યારે તે માગણી પૂરી પાડવા બદલ હું વિદ્યાપીઠને આભારી છું. માગશીર્ષ શ૦ ૧૧/૦૬
સુખલાલ હિન્દીની બીજી આવૃત્તિમાંથી લેખકનું વક્તવ્ય
ગુજરાતી વિવેચનનાં લગભગ ૨૧ વર્ષ પછી હિંદી વિવેચનની આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એટલા સમય દરમ્યાન તત્વાર્થ સંબંધિત સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયું છે. ભાષાની દષ્ટિએ સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને હિંદી આ ચાર ભાષાઓમાં તત્ત્વાર્થ સંબંધી સાહિત્ય પ્રગટ થયું છે. એમાં પણ ફક્ત પ્રાચીન સાહિત્યના જ પ્રકાશનને સમાવેશ નહીં પરંતુ સમાલોચનાત્મક, અનુવાદાત્મક, સંશોધનાત્મક અને વિવેચનાત્મક એવાં અનેકવિધ સાહિત્યનો સમાવેશ થાય છે.
પ્રાચીન ટીકાગ્રંથમાંથી સિદ્ધસેનીય અને હરિભદ્રીય બને ભાષ્ય વૃત્તિઓને સંપૂર્ણ પ્રકાશિત કરવા-કરાવવાનું શ્રેય વસ્તુતઃ શ્રીમાન સાગરાનન્દ સૂરીશ્વરને ફાળે જાય છે. તેઓએ એક સમાલોચનાત્મક નિબંધ પણ હિંદીમાં લખીને પ્રકાશિત કરાવ્યો છે, જેમાં વાચક ઉમાસ્વાતિના શ્વેતામ્બરીયત્વના વિષયમાં ખાસ કરીને ચર્ચા છે. તસ્વાર્થનાં ફક્ત મૂળ સૂત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org