________________
૧૪
પરિમાણની મર્યાદાને લક્ષમાં રાખી સ્વતંત્રપણે કરો અને કઈ એક જ ફિરકાને વશ ન થતાં જૈન તત્વજ્ઞાનને અગર તો સૂત્રકારને જ અનુસરવું.
આટલી બાબતે ધ્યાનમાં રાખ્યા છતાં પ્રસ્તુત વિવેચનમાં ભાષ્ય, તેની વૃત્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકના જ અંશો વિશેષપણે આવે એ સ્વાભાવિક છે; કારણ કે એ જ ગ્રંથ મૂળ સૂત્રના આત્માને સ્પર્શ કરી સ્પષ્ટ કરે છે. તેમાંયે ઘણે સ્થળે ભાષ્યનું જ પ્રાધાન્ય મેં રાખ્યું છે. કારણ કે જેમ એ જૂનું છે તેમ પજ્ઞ હેઈ, સૂત્રકારના આશયને વધારે સ્પર્શનારું પણ છે. -
પ્રસ્તુત વિવેચનમાં પ્રથમની વિશાળ જના પ્રમાણે સરખામણું કરવામાં નથી આવી તેથી એ ઊણપ બહુ ડે અંશે દૂર કરવા અને સરખામણીમાં પ્રધાનતાવાળી આજ. કાલની રસપ્રદ શિક્ષણપ્રણાલીને અનુસરવા સરખામણીનું કાર્ય પરિચયમાં કર્યું છે. દેખીતી રીતે પરિચયમાં કરેલી સરખામણી વાંચનારને પ્રમાણમાં બહુ જ ઓછી લાગશે એ ખરું, પણ બારીકીથી અભ્યાસ કરનારાઓ જોઈ શકશે કે એ એટલે અંશે નાની લાગે છે તેટલી જ તે વધારે વિચારણીય છે. પરિચયમાં કરાતી સરખામણીમાં લાંબી લાંબી વિગતે અને હકીકતને સ્થાન ન જ હોય; તેથી સરખામણીના મુખ્ય મુદ્દાઓ પહેલાં તારવી, પછી સંભવિત બાબતે વૈદિક અને બૌદ્ધ દર્શને સાથે સરખાવવામાં આવી છે અને વિગતે વિચારી જવા માટે તે તે દર્શનના ગ્રંથોનાં સ્થળો મોટે ભાગે સૂચિત કર્યા છે. આથી અભ્યાસીને પિતાની બુદ્ધિ અજમાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org