________________
१३
તેની પાછળ દૃષ્ટિ પણ ટૂંકાઈ. છતાં મેં આ મધ્યમમાગી વિવેચનપદ્ધતિમાં મુખ્યપણે નીચેની બાબતે ધ્યાનમાં રાખી છે :
૧. કાઈ પણ એક જ ગ્રંથને અનુવાદ કે સાર ન લખતાં તેમજ કોઈ એક જ ફિરકાના મંતવ્યનું અનુસરણ ન કરતાં જે કાંઈ આજ સુધી જૈન તત્ત્વજ્ઞાનને અંગે વાંચવાવિચારવામાં આવ્યું છે, તેના તટસ્થ ભાવે ઉપયાગ કરી વિવેચન લખવુ. ૨. મહાવિદ્યાલય કે કોલેજના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને અનુકૂળ આવે તેમ જ જૂની ઢબથી ભણતા વિદ્યાર્થીઓને પણ માફક આવે એ રીતે સાંપ્રદાયિક પરિભાષા કાયમ રાખ્યા છતાં તેને સરલ કરી પૃથક્કરણ કરવું. ૩. જ્યાં ઠીક લાગે અને જેટલું ઠીક લાગે તેટલા જ પ્રમાણમાં સંવાદ રૂપે અને બાકીના ભાગમાં સંવાદ સિવાય જ સીધી રીતે ચર્ચા કરવી, ૪. વિવેચનમાં સૂત્રપાઠ એક જ રાખવા અને તે પણ ભાષ્યસ્વીકૃત. અને જ્યાં જ્યાં મહત્ત્વના અર્થોભેદ હોય ત્યાં એ જુદુ પડતુ' સૂત્ર ટાંકી એનેા અર્થ નીચે ટિપ્પણીમાં આપવા. અષ્ટિએ બંધ બેસે તેવાં એક કે અનેક સÀાને સાથે લઈ ને તેમના અથ લખવા અને સાથે જ વિવેચન કરવું, તેમ કરતાં વિષય લાંખા હોય તે તેના પેટા ભાગ પાડી મથાળાં દ્વારા વક્તવ્યનું પૃથક્કરણ કરવું. પ, બહુ પ્રસિદ્ધ હૈાય ત્યાં જ અને બહુ ગૂ'ચવાડો ઊભો ન થાય તેવી જ રીતે જૈન પરિભાષાની જૈનેતર પરિભાષા સાથે સરખામણી કરવી. ૬. કાઈ પણ એક બાબત પરત્વે કેવલ શ્વેતાંબરનાં કે વલ દિગંબરનાં કે બન્નેનાં મળી અનેક મંતવ્ય હાય ત્યાં કેટલું અને કયુ લેવુ' અને કયુ છેાડવુ' એને નિણૅય સૂત્રકારના આશ્ચયના નજીકપણા અને વિવેચનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org