________________
હું તે વખતે રહેતા અને લખતે હતો ગૂજરાતમાં; પદ્ધતિ પણ પ્રથમ નક્કી કરેલી ટૂંકાવી જ હતી; છતાં પૂર્વ સંસ્કારે એક જ સાથે કદી નથી ખરી પડતા એ માનસશાસ્ત્રના નિયમથી હું પણ બદ્ધ જ હત; એટલે આગ્રામાં લખવા ધારેલ અને શરૂ કરેલ હિંદી ભાષાને સંસ્કાર મારા મનમાં કાયમ હતો, તેથી તે જ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી. બે અધ્યાય હિંદી ભાષામાં લખાયા – ન લખાયા ત્યાં તે વચ્ચે રહેલ “સન્મતિ'ના કામનું ચક્ર પાછું ચાલુ થયું અને એના વેગે “તત્ત્વાર્થ'ના કામને ત્યાં જ અટકાવ્યું. સ્થૂલ રીતે કામ ચાલતું ન દેખાતું, પણ મન તે વિશેષ અને વિશેષ જ કામ કરી રહ્યું હતું. તેનું મૂર્ત રૂપ પાછું બે વર્ષ પછી કલકત્તામાં રજાના દિવસોમાં થોડું સિદ્ધ થયું અને ચાર અધ્યાયો સુધી પહોંચ્યા. ત્યાર બાદ માનસિક અને શારીરિક અનેક જાતનાં દબાણ વધતાં જ ગયાં એટલે તત્ત્વાર્થ અને હાથમાં લેવું કઠણ થઈ પડવું, અને એમ ને એમ ત્રણ વર્ષ પાછાં બીજા જ કામોએ લીધા. ઈ.સ. ૧૯૨૭ના ઉનાળામાં રજા દરમિયાન લીંબડી રહેવાનું થયું ત્યારે વળી “તત્ત્વાર્થ' હાથમાં આવ્યું અને થોડું કામ આગળ વધ્યું. આમ લગભગ છ અધ્યાય સુધી પહોંચે. પણ મને છેવટે દેખાયું કે હવે સન્મતિતર્ક'નું કાર્ય પૂર્ણ કર્યા પછી જ “તત્વાર્થ ને હાથમાં લેવામાં એ કામને અને મને ન્યાય મળશે. આ નિશ્ચયથી સન્મતિતર્કના કામને બેવડા વેગથી આપવા લાગે. પણ આટલા વખત સુધીમાં ગુજરાતમાં રહેવાથી અને ઇષ્ટ મિત્રોના કહેવાથી એમ લાગ્યું હતું કે પહેલાં “તત્વાર્થ ગુજરાતીમાં બહાર પાડવું. આ નવો સંસ્કાર છૂટ ન હતું અને જૂના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org