________________
પં. સુખલાલજીનું વક્તવ્ય
[પહેલી આવૃત્તિમાંથી ]
લગભગ બાર વર્ષ પહેલાં હું મારા સહૃદય મિત્ર શ્રી રમણિકલાલ મગનલાલ મોદી સાથે પૂનામાં હતું તે વખતે
બંનેએ મળી સાહિત્યનિર્માણ વિષે અનેક પૂનમ ના વિચાર દોડાવ્યા પછી ત્રણ ગ્રંથો લખવાની
સ્પષ્ટ કલ્પના બાંધી. શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં દિવસે દિવસે વધતી જતી પાઠશાળાઓ, છાત્રાલય અને વિદ્યાલયોમાં જૈનદર્શનના શિક્ષણની જરૂરિયાત જેમ જેમ વધારે સમજાવા લાગી હતી, તેમ તેમ બંને ફિરકાને માન્ય એવાં, નવી ઢબનાં, લેકભાષામાં લખાયેલાં જૈનદર્શનવિષયક પુસ્તકોની માગણે પણ ચેમેરથી થવા લાગી હતી. એ જોઈ અમે નક્કી કરેલ કે “તત્વાર્થ” અને “સન્મતિતર્ક એ બે ગ્રંથનાં તે વિવેચને કરવાં અને તેને પરિણામે ત્રીજું પુસ્તક “જેન પારિભાષિક શબ્દકેશ’ એ સ્વતંત્ર લખવું. અમારી આ પ્રથમ કલ્પના પ્રમાણે તસ્વાર્થના વિવેચનનું કામ અમે બંનેએ આગ્રામાં આજથી ૧૧ વર્ષ પહેલાં શરૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org