________________
૧૨
સંસ્કારે હિંદી ભાષામાં છ અધ્યાય જેટલું લખાવ્યું હતું. હિંદીમાંથી ગૂજરાતી જાતે જ કરવું એ શક્ય અને ઇષ્ટ છતાં તે માટે વખત ન હતો; બાકીનું ગૂજરાતીમાં લખું તે પ્રથમ હિંદી લખેલ તેનું શું ? યોગ્ય અનુવાદક મેળવે એ પણ દરેક ધારે તેમ સહેલી વાત નથી. આ બધી મૂંઝવણ હતી; પણ સદ્દભાગ્યે એને અંત આવી ગયે. વિદ્વાન અને સહૃદય મિત્ર રસિકલાલ છોટાલાલ પરીખે હિંદીને ગૂજરાતીમાં ઉતાર્યું અને બાકીના ચાર અધ્યાયે મેં ગૂજરાતીમાં જ લખી નાંખ્યા. આ રીતે લગભગ અગિયાર વર્ષ પહેલાં શરૂ કરેલ સંકલ્પ છેવટે પૂરો થયો.
પહેલાં તત્ત્વાર્થ ઉપર વિવેચન લખવાની કલ્પના થઈ ત્યારે તે વખતે નક્કી કરેલ જનાની પાછળ દષ્ટિ એ હતી કે
સંપૂર્ણ જૈન તત્વજ્ઞાન અને જૈન આચારનું પદ્ધતિ સ્વરૂપ એક જ સ્થળે પ્રામાણિક રૂપમાં
એના વિકાસક્રમ પ્રમાણે જ લખાયેલું દરેક અભ્યાસીને સુલભ થાય, જેન અને જૈનેતર તત્વજ્ઞાનના અભ્યાસીઓને નડતી પરિભાષાભેદની દીવાલ તુલનાત્મક વર્ણન દ્વારા તૂટી જાય, અને અત્યાર સુધીમાં ભારતીય દર્શનમાં કે પશ્ચિમીય તત્વજ્ઞાન ચિંતનમાં સિદ્ધ તેમજ સ્પષ્ટ થયેલ મહત્વના મુદ્દાઓ વડે જૈન જ્ઞાનકેશ સમૃદ્ધ થાય એ રીતે તત્ત્વાર્થનું વિવેચન લખવુ. આ ધારણમાં તત્ત્વાર્થની બને ફિરકાઓની કઈ પણ એક જ ટીકાના અનુવાદને કે સારને અવકાશ ન હત; એમાં બધી ટીકાઓના દેહન ઉપરાંત બીજા પણ મહત્ત્વના જૈન ગ્રંથોના તારણને સ્થાન હતું. પણ જ્યારે એ વિશાળ જનાએ મધ્યમ માર્ગનું રૂપ લીધું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org